કેબીસી-15ના અંતિમ એપિસોડમાં બિગ બી અત્યંત ભાવુક બન્યા:આપ લોગોં કી એક એક તાલી, મેરે લિયે એક એક સાંસ
કેબીસી-15ના અંતિમ એપિસોડમાં જાણીતા કલાકારો વિદ્યા બાલન, શર્મિલા ટાગોર અને સારા અલીખાનને આમંત્રિત કરાયા હતા
અમિતાભ બચ્ચને કહ્યું હતું, દેવીઓ ઔર સજજનો, અબ હમ જા રહે હૈ ઔર કલ સે યહ મંચ અબ નહીં સજેગા, અપનો સે યહ કહ પાના કિ કલ સે હમ નહીં આયેંગે, યહ શબ્દ કહેને કી હમારી હિંમત નહીં હૈ.
મુંબઇ: છેલ્લા 23 વર્ષથી ટીવી શો ‘કૌન બનેગા કરોડપતિ’એ મેગા સ્ટાર અમિતાભ બચ્ચનના કારણે લોકપ્રિયતાના શિખરો સર કર્યા છે. ત્યારે ‘કૌન બનેગા કરોડપતિ સીઝન-15’માં શોની સમાપ્તી વેળાએ ભાવુક બની ગયા હતા. અમિતાભ કેસીબીનો આ છેલ્લો શો હોવાનું જાહેર કરતા ભાવુક બનેલા ઓડિયન્સે સ્ટેન્ડીંગ ઓવેશન (ઉભા થઇ સન્માન) આપીને કહ્યું હતું. અમે ભગવાનને તો નથી જોયા પણ અમે ભગવાનના પ્રિય સંતાનને જોઇ રહ્યા છીએ.
કેબીસી-15ના અંતિમ એપિસોડમાં જાણીતા કલાકારો વિદ્યા બાલન, શર્મિલા ટાગોર અને સારા અલીખાનને આમંત્રિત કરાયા હતા. આ તકે આ કલાકારોએ અમિતાભને લઇને કેટલીક ઉત્તેજનાપૂર્ણ વાતો શેર કરી હતી.
વિદ્યા બાલને એક વીડિયોમાં જણાવ્યું હતું કે તે બાળપણથી અમિતાભ બચ્ચનથી કેવી પ્રભાવિત હતી. સારા અલીખાને કેબીસી સાથે સંકળાયેલી તેની બાળપણની સ્મૃતિઓ તાજી કરી હતી અને શર્મિલા ટાગોરે જયાબચ્ચનને તેને આપેલા ઉપનામને યાદ કર્યું હતું. વિદ્યા બાલને એક એવી વાત શેર કરી હતી જેમાં અમિતાભ બચ્ચન કહે છે કે પત્ની જયા બચ્ચનના સ્ટ્રીક્ટ નેચરથી તે કેવા ભયભીત થતા હતાં.
વિદાય વેળાએ બચ્ચન ભાવુક બન્યા હતા. અને અતીતની યાદો તાજા કરી હતી. શોના અંત વેળાએ અમિતાભને સંબોધીને એક વોઇસ ઓવર આવ્યો હતો. નમસ્તે અતિમજી, મૈં કેબીસી કા મંચ પર હું 25 વર્ષ પહેલા આપની સાથે અને ભારતના ઓડિયન્સ સાથે સંબંધો રચાયા હતા. આ એક જુદા ન થઇ શકે તેવા સંબંધો હતા. અમે હૃદયથી તમારા આભારી છીએ.
અમિતાભ બચ્ચને ભાવુક ક્ષણોમાં પ્રક્રિતિયા આપતા કહ્યું હતું કે, આપ લોગોં કી એક એક તાલી મેરે લિયે એક એક સાંસ બરાબર છે. હમારી જનતા હમારી દોસ્ત હૈ, જો યહ કહતે હૈ, હમ સુનતે હૈ, ઉનકી તમન્નાઓં કો પૂરા કરને કે લિયે હમ સોચતે હૈ.
અમિતાભ બચ્ચને કહ્યું હતું, દેવીઓ ઔર સજજનો, અબ હમ જા રહે હૈ ઔર કલ સે યહ મંચ અબ નહીં સજેગા, અપનો સે યહ કહ પાના કિ કલ સે હમ નહીં આયેંગે, યહ શબ્દ કહેને કી હમારી હિંમત નહીં હૈ.
અમિતાભે કહ્યું હતું કે આમ આદમી કા સન્માન ઉસકે મકાન સે નહીં, ઉસકે સ્વાભિમાન સે હોતા હૈ, શોમાં સુરક્ષિત બાળપણ, સ્ત્રી શિક્ષણ સહિતના સામાજિક મુદ્દાઓ ઉઠાવ્યા તેની ચર્ચા થતી રહેવી જોઇએ પરિવર્તન લાવવા માટે.