‘સરહદ પર શાંતિ વિના બંને દેશોના સંબંધો સામાન્ય ન રહી શકે’:એસ.જયશંકર
ભારત અને ચીન વચ્ચે વર્તમાન સમયમાં સંબંધો કેવા છે, બંને દેશોની સરહદ પર સ્થિતિ છું ? તે અંગે વિદેશમંત્રી એસ.જયશંકરે લોકસભામાં તમામ જવાબ આપ્યા છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે, ‘બંને દેશો તરફથી પૂર્વ લદ્દાખના વિસ્તારોમાં સેના પાછી ખેંચવાની કામગીરી પુરી થઈ ગઈ છે. બંને દેશો સરહદ વિવાદ ઉકેલવા માટે દાયકાઓથી વાત કરી રહી છે. અમે પરસ્પર સહમતિથી વિવાદ ઉકેલવા માટે સંમત થયા છીએ. ચીને મે-જૂન 2020માં સરહદ પર અનેક સૈનિકો તહેનાત કર્યા હતા, જેના કારણે ભારતીય સેનાને પેટ્રોલિંગ કરવામાં સમસ્યા ઉભી થઈ હતી. ગલવાન ખીણમાં અથડામણ (Galwan War) થયા બાદ બંને દેશો વચ્ચે તણાવ વધ્યો હતો. પછી ભારતે પણ વળતો જવાબ આપી LCA પર મોટી સંખ્યામાં હથિયારો અને સૈનિકો તહેનાત કર્યા હતા.‘એલએસી પર ડિસએન્ગેજમેન્ટની કામગીરી પુરી થઈ ગઈ છે. લદ્દાખ અને ડેમચોકમાં પણ કામગીરી પુરી કરી દેવાઈ છે. હવે અમે તણાવ ઘટાડવા સહિતના મુદ્દાઓ પર વાતચીત કરી રહ્યા છીએ. નવી ટેકનોલોજીનો ઉપયોગ ઊંચાઈવાળા વિસ્તારોમાં કરવામાં આવશે. અમે આપણા સૈનિકોની મદદ કરવા માટે તત્પર છે. આપણા સંબંધો ચીન સાથે સુધરી રહ્યા છે, જોકે ઘર્ષણ પહેલા જે સંબંધો હતા, તેવા સંબંધો હાલ સંપૂર્ણ સુધર્યા નથી. આગામી સમયમાં અમે ચીન સાથે ચર્ચા કરીશું કે, હવે વિવાદ ન થવો જોઈએ.’