અમદાવાદની આંબલી ચોક ફૂડ સ્ટ્રીટને ક્લિન સ્ટ્રીટ ફૂડ હબ તરીકે મળી માન્યતા

0
100

ગાંધીનગર : રાજ્યના નાગરીકોને અને ખાસ કરીને છેવાડાના માનવીને સ્વચ્છ અને શુધ્ધ ખોરાક મળી રહે તે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. જેના પરિણામથી અમદાવાદનો અર્બન ચોક, આંબલી, અમદાવાદને ક્લીન સ્ટ્રીટ ફૂડ હબ તરીકે માન્યતા પ્રાપ્ત થઈ છે. તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર એચ.જી. કોશિયાએ જણાવાયું હતું.તાજેતરમાં ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડીયા, ન્યુ દિલ્હી દ્વારા અર્બન ચોક, આંબલી, અમદાવાદને ક્લીન સ્ટ્રીટ ફૂડ હબ તરીકે માન્યતા પ્રાપ્ત થતા રાજ્યની આ 11મી ફૂડ સ્ટ્રીટને ક્લીન સ્ટ્રીટ ફૂડ હબનો એવોર્ડ એનાયત થયો છે. આ પહેલા દેશની સર્વ પ્રથમ ક્લીન સ્ટ્રીટ ફૂડ હબ તરીકે “કાંકરીયા ફૂડ સ્ટ્રીટને” એવોર્ડ મળ્યો હતો. ત્યારબાદ રાજ્યના અન્ય શહેરો ગાંધીનગર, સુરત, રાજકોટ, દાહોદ વગેરે જિલ્લામાં થઈને કુલ 11 ફૂડ સ્ટ્રીટને આ એવોર્ડથી નવાજમાં આવી છે.

હાલમાં સમગ્ર દેશમાં 21ફૂડ સ્ટ્રીટને ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડીયા, ન્યુ દિલ્હી દ્વારા ક્લીન સ્ટ્રીટ ફૂડ હબ તરીકે નવાજમાં આવેલ છે. જે પૈકી 11 ફૂડ સ્ટ્રીટ ફક્ત ગુજરાત રાજ્યમાં છે. જે ગૌરવની બાબત છે. આ ઉપરાંત અન્ય 10 ફૂડ સ્ટ્રીટ ગુજરાત બહાર જેમ કે મહારાષ્ટ્ર-5 તથા મધ્યપ્રદેશ, પંજાબ, તમિલનાડું, છત્તીસગઢ અને ચંડીગઢને 1-1 ફૂડ સ્ટ્રીટને એવોર્ડ મળ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here