વરસાદી માહોલ વચ્ચે અમદાવાદીઓ બે દિવસમાં આશરે 700 કિલો દાળવડા ઝાપટી ગયા

0
615
IMG_1278.jpg

વેપારીઓનું માનવું છે કે લોકડાઉન પછી પહેલીવાર આટલી ઘરાકી જોવા મળી હતી.

અમદાવાદઃ વરસાદ પડે એટલે અમદાવાદીઓ દાળવડાને પોતાની પહેલી પસંદ બનાવે છે. વરસતા વરસાદના અમદાવાદી દાળવડાની લારી પાસે ઉભો ના રહે  તો તે અમદાવાદી ન કહેવાય. ઘણા સમય બાદ આજે અમદાવાદમાં વરસાદના માહોલની જમાવટ કરી છે. એવામાં શહેરમાં અલગ અલગ જગ્યાએ ઊભા રહેતા લારીવાળા તેમજ દાળવડા સેન્ટર ઉપર અમદાવાદીઓએ લાંબી લાઇન લગાવી હતી. વરસાદમાં અમદાવાદ શહેરના અલગ અલગ જગ્યા ઉપર ક્યાંક ટોકન સિસ્ટમ તો ક્યાંક કુપન લઈને અમદાવાદીઓએ દાળવડાની ખરીદી કરી હતી. વરસાદી મોસમ વચ્ચે અમદાવાદીઓએ આશરે 700 કિલો દાળવડા ઓહિયા કરી ગયા હતા.

અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે દાળવાડાનો પણ આનંદ લીધો હતો. એક અંદાજ પ્રમાણે અમદાવાદમાં નાના-મોટા લારી-દુકાના ધરાવતા દાળવડાના વેપારીઓએ કુલ 700 કીલો દાળવડાનો વેપાર કર્યો હતો. વેપારીઓનું માનવું છે કે લોકડાઉન પછી આજે પહેલો દિવસ છે. જેમાં આટલી ઘરાકી જોવા મળી હતી.વરસતા વરસાદમાં દાળવડાની સુગંધ લોકોની એવી રીતે ખેંચી લાવી કે  અમદાવાદમાં અલગ-અલગ વિસ્તારમાં  રોડ સુધી લાંબી લાઈનો જોવા મળી. કોરોના વાયરસને કારણે મોટાભાગે દાળવડા સેન્ટર દ્વારા પણ લોકોને ટોકન સિસ્ટમ ફોલો કરે તેવું જણાવાયું હતું.

અમદાવાદના અંકુર ચાર રસ્તા પાસે આવેલા આનંદ દાળવડા સેન્ટર ઉપર સવારથી જ આશરે 5000 થી 7000 રૂપિયાનું કાઉન્ટર થઈ ગયું હતું. કે સવારથી લગભગ સાંજના 5 વાગ્યા સુધી લોકોએ 5000 થી 7000 રૂપિયાના દાળવડા ઝાપટયા હતા. અહી કિલો દાળવડાનો ભાવ 280 રૂપિયા જોવા મળ્યો. આનંદ દાળવડા સેન્ટર ના માલિક રમેશભાઈ ચંડેલે જણાવ્યું કે કોરોનાવાયરસ બાદ આજે પહેલી વાર આટલી સંખ્યામાં ગ્રાહકો જોવા મળ્યા હોય તેવું લાગી રહ્યું છે.ગોતા વિસ્તારમાં આવેલા અંબિકા દાળવડા સેન્ટર પર સવારથી જ ગ્રાહકોની લાંબી લાઈનો જોવા મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here