Paytm ટાઢાપાણીએ રોકાણકારોને નવડાવ્યા

0
25

Paytmના શેર BSE પર રૂ. 1955 અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર રૂ. 1950 પર લિસ્ટ થયા હતા.

ડિઝિટલ પેમેન્ટ કંપની Paytmને ચલાવનારી ફિનટેક સ્ટાર્ટઅપ કંપની one97 Communications Ltdના IPO હેઠળ તેના શેરનું લિસ્ટિંગ નિરાશાજનક રહ્યું છે. ગુરુવારે Paytmના શેર BSE પર રૂ. 1955 અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર રૂ. 1950 પર લિસ્ટ થયા હતા.

સવારે 10 વાગ્યાની આસપાસ આ શેર વધુ તૂટતાં BSE પર રૂ. 1777.50 પર પહોંચ્યો હતો. એ જ રીતે NSE પર તે રૂ. 1776 પર પહોંચ્યો હતો. કંપનીને આનાથી આશરે રૂ. 18,300 કરોડ એકત્ર કરવાની અપેક્ષા હતી. Paytmનો IPO 10 નવેમ્બરે રોકાણ માટે બંધ કરવામાં આવ્યો હતો. કંપનીએ આ IPO માટે પ્રાઇસ બેન્ડની જાહેરાત કરી છે.

Paytm ની સ્થાપના વિજય શેખર શર્મા દ્વારા કરવામાં આવી હતી. યુપીના અલીગઢ જિલ્લાના એક નાનકડા ગામના વતની અને શાળાના શિક્ષકના પુત્ર શર્મા આજે ફોર્બ્સની અબજોપતિઓની યાદીમાં સામેલ છે.Paytm IPO એ દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO છે. અગાઉ કોલ ઈન્ડિયાનું આઈપીઓ માર્કેટ રૂ. 15,000 કરોડથી વધુ અને રિલાયન્સ પાવર રૂ. 11,000 કરોડનું હતું.અગાઉ આવેલા બંને મોટા IPO ઉર્જા ક્ષેત્રના હતા. તે જ સમયે Paytm IPO સંપૂર્ણપણે ટેક્નોલોજી ક્ષેત્રની કંપનીનો IPO છે.

કંપનીના સ્થાપક વિજય શેખર શર્માએ Paytm IPOના OFSમાં રૂ. 402.65 કરોડ સુધીનો તેમનો હિસ્સો વેચ્યો છે. તે જ સમયે Paytmના હાલના રોકાણકારોમાં Antfin (Netherlands) Holdings Rs 4,704.43 કરોડ સુધી,  Alibaba Rs 784.82 કરોડ સુધી, Elevation CapitalV FII Holdinngs 75.02 કરોડ સુધી, એલિવેશન કેપિટલ વી લિમિટેડ રૂ. 64.04 કરોડ સુધી, સિયાફ III મોરિશિયસ રૂ. 1,327.65 કરોડ સુધી,સૈફ પાર્ટનર્સે રૂ. 563.63 કરોડ સુધીનો હિસ્સો, એસવીએફ પાર્ટનર્સે રૂ. 1,689.03 કરોડ સુધીનો અને ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ રૂ. 301.77 કરોડ સુધીનો હિસ્સો વેચ્યો હતો.

નોંધનીય છે કે, IPO એ સામાન્ય રોકાણકારો માટે કંપનીમાં રોકાણ કરીને નાણાં કમાવવાની તક પણ છે. આ વર્ષે આવનારા IPO વિશે વાત કરીએ તો લગભગ 60 ટકા IPOએ રોકાણકારોને ફાયદો પહોંચાડ્યો છે.