UPSC પરીક્ષા 2020 નું પરિણામ જાહેર, કાર્તિક જીવાણી ગુજરાતમાં પ્રથમ અને દેશમાં 8માં સ્થાને

0
23

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ સિવિલ સર્વિસ પરીક્ષા 2020 ( Civil Service Examination 2020) નું અંતિમ પરિણામ જાહેર કર્યું છે.

વર્ષ 2020 માં લેવાયેલી UPSC પરીક્ષાનું પરિણામ આજે શુક્રવારે જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે ગુજરાત માટે આનંદના સમાચાર છે કે, પરિણામના ટોપ ટેનમાં ગુજરાતીનો પણ સમાવેશ થયો છે. UPSC પરીક્ષામાં સુરતના કાર્તિક જીવાણીએ દેશભરમાં 8માં નંબરે સ્થાન પ્રાપ્ત કર્યું છે. ઉલ્લેખનીય છે કે, હૈદરાબાદ ખાતે UPSCની ટ્રેનીંગ મેળવી કાર્તિક જીવાણીએ ત્રીજી વખત UPSC પરીક્ષામાં ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. UPSC 2020ની પરિક્ષામાં કાર્તિકે દેશમાં 84મો ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો અને 2019માં 94મો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. અને IPS માટેની પસંદગી પણ થઈ ગઈ હતી. પરંતુ કાર્તિક સુરતના પૂર્વ મ્યુનિસિપલ કમિશ્નર રાવ સાહેબની જેમ IAS બનવા માંગતો હતો આ જ કારણ છે કે તેને ફરીથી UPSC જેવી કઠિન પરીક્ષા આપવાનો નિર્ણય કર્યો અને આજે તે ફરી વખત UPSCની પરીક્ષા ઉતીર્ણ કરી છે.ગુજરાતી મીડિયમની શાળાથી ભણતરની શરૂઆત કરનાર કાર્તિકે IIT મુંબઈમાં બી.ટેક કર્યું છે અને ત્યારબાદ 2019માં UPSCની પરીક્ષામાં ઓલ ઇન્ડિયામાં 94મો ક્રમ પ્રાપ્ત કર્યો હતો, એવું જ નહી ગત વર્ષની પરીક્ષા કરતા આ વર્ષે સારુ પરિણામ હાંસલ કર્યું છે. વર્ષ દરમિયાન રોજનું 10 કલાક વાંચન કાર્તિક કરતો હતો.