World Mental Health Day 2021: જાણો કેમ અને ક્યારે ઉજવવામાં આવે છે આ દિવસ

0
19

World Mental Health Day 2021: માનસિક સમસ્યાઓ (Mental Problems)પ્રત્યે જાગૃકતા (Awareness) ફેલાવવા માટે દર વર્ષે 10 ઑક્ટોબરના રોજ વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે (World Mental Health Day) ઉજવવામાં આવે છે.

World Mental Health Day 2021: ચિંતા માણસને તાણ આપે છે અને તાણ સતત લાંબા સમય સુધી જળવાઈ રહે, તો ડિપ્રેશન એટલે કે અવસાદમાં પરિણમે છે. એવામાં માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃકતા ખૂબ જ જરૂરી છે.  આમપણ મેન્ટલ હેલ્થ શરીરના દુર્લક્ષ સેવાતા ભાગમાંની એક છે.

માનસિક સમસ્યાઓ પ્રત્યે જાગૃકતા વધારવા માટે દર વર્ષે 10 ઑક્ટોબરના વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે (World Mental Health Day) ઉજવવામાં આવે છે. તો જાણો આ દિવસ ઉજવવા પાછળનું કારણ, થીમ અને ઇતિહાસ…

આ રીતે થઈ આ દિવસ ઉજવવાની શરૂઆત
વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડેની શરૂઆત વર્ષ 1992માં થઈ હતી. આ દિવસને પહેલી વાર સંયુક્ત રાષ્ટ્રના ઉપ મહાસચિવ રિચર્ડ હંટર અને વર્લ્ડ ફેડરેશન ફૉર મેન્ટલ હેલ્થની પહેલથી ઉજવવામાં આવ્યું. આ દિવસને ઉજવવાની સલાહ વર્ષ 1994માં સંયુક્ત રાષ્ટ્રના તત્કાલીન મહાસચિવ યૂઝીન બ્રૉડીએ આપી હતી અને આ ઉજવવા માટે એક થીમ પણ નક્કી કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે આ દિવસ એક ખાસ થીમ સાથે ઉજવવામાં આવે છે.

વર્ષ 2021 માટે આ દિવસની થીમ
વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ ઉજવવા માટે દરવર્ષે એક થીમ નક્કી કરવામાં આવે છે. ડબ્લ્યૂએફએમએચના પ્રેસિડેન્ડ ડૉ. ઇંગ્રિડ ડેનિયલે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ 2021 માટે થીમની જાહેરાત કરી છે. આ વર્ષની થીમ નક્કી કરવામાં આવી છે કે, “એક અસમાન વિશ્વમાં માનસિક સ્વાસ્થ્ય” (Mental Health in an Unequal World). આ દિવસે આયોજિત થનારા બધા કાર્યક્રમ આ થીમના આધારે હશે.

આ દિવસને ઉજવવાનું મહત્વ
માનસિક તાણ, ચિંતા અને ડિપ્રેશનને કારણે વિશ્વમાં અનેક લોકો સોશિયલ સ્ટિગ્મા, ડિમેન્શિયા, હિસ્ટિરિયા, એન્ગ્ઝાઇટી, આત્મહીનતા જેવી અનેક મુશ્કેલીઓ અને માનસિક બીમારીઓ સામે જજૂમી રહ્યા છે. આ મુશ્કેલીઓ તરફ લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે અને લોકો વચ્ચે જાગૃકતા ફેલાવવાના ઉદ્દેશ્યથી વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે ઉજવવામાં આવે છે. જેથી લોકો માનસિક મુશ્કેલીઓ અને બીમારીઓ પ્રત્યે જાગૃત થાય અને સમય રહેતા પોતાની સારવાર કરાવી શકે.