ગુજરાતમાં આજે કોરોના 397 કેસનોંધાયા,2ના મોત
ગુજરાતમાં કોરોના કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે જે એક ચિંતાનો વિષય રાજયસરકાર માટે બની રહયો છે. કેન્દ્ર સરકારે પણ કોરોનાના વધતા કેસને લઇ ચિંતા વ્યક્ત કરી છે અને રાજ્ય સરકારોને કોરોના સામે જરૂરી પગલા ભરવા અને લોકોને માસ્ક પહેરવાના દિશાનિર્દેશ આપ્યા છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 397 કેસ નોંધાયા છે. ત્યાં જ આજે કોરોના વાયરસે રાજ્યમાં બે લોકોનો ભોગ લીધો છે.ગુજરાતમાં નોંધાયેલા 397 કેસમાં આજે સૌથી વધુ કેસ અમદાવાદ કોર્પોરેશનમાં 137, મહેસાણામાં 46, વડોદરા કોર્પોરેશન 27, સુરત કોર્પોરેશનમાં 26, વલસાડ 20, મોરબી 16, સાબરકાંઠા 16, સુરત 15, રાજકોટ કોર્પોરેશન 11, વડોદરા 11, આણંદ 9, ભરૂચ 9, અમરેલી 8, બનાસકાંઠા 6, ગાંધીનગર કોર્પોરેશન 5, પાટણ 5, નવસારી 4, ભાવનગર કોર્પોરેશન 3, દાહોદ 3, પાંચમહાલ 3, અમદાવાદ 2, ગાંધીનગર 2, જામનગર કોર્પોરેશન 2, પોરબંદર 2, રાજકોટ 2, સુરેન્દ્રનગર 2, ભાવનગર 1, ગીર સોમનાથ 1, ખેડા 1, કચ્છ 1, મહીસાગર 1 કેસ નોંધાયો છે.