18 વર્ષ પહેલાનું ‘કેશ ફોર ક્વેરી’ કૌભાંડ, 4 પક્ષોના 11 સાંસદોનું સભ્યપદ થયું હતું રદ, 6 BJPના હતા
જે લોકસભામાં TMCની સાંસદ મહુઆ મોઈત્રાનું કેશ ફોર ક્વેરી એટલે કે પૈસા લઈને પ્રશ્નો પૂછવાના કેસમાં લોકસભાની અથિક્સ કમિટીના રિપોર્ટમાં પ્રસ્તાવ પાસ થતાં જ સાંસદ તરીકેનું સભ્યપદ રદ થયું હતું. આ પહેલીવાર નથી જ્યારે કોઈ સાંસદ પર કેશ ફોર ક્વેરી પર કાર્યવાહી થઈ હોય, આ અગાઉ પણ આવી કાર્યવાહી કરવામાં આવી છે. વર્ષ 2005માં આવી જ એક ઘટના બની હતી, જેમાં 11 સાંસદો પૈસાના બદલામાં પ્રશ્નો પૂછવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા હતા અને તેમની સાંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. TMCની સાંસદ મહુઆ મોઈત્રા કેશ ફોર ક્વેરી એટલે કે પૈસા લઈને પ્રશ્નો પૂછવાના કેસમાં દોષિઠ ઠરી હતી અને લોકસભાની એથિક્સ કમિટીએ તેના વિરુદ્ધ ગૃહમાં પ્રસ્તાવ મુક્યો હતો જેમાં તેનું સભ્યપદ રદ કરવાની ભલામણ કરી હતી. આ કમિટીના રિપોર્ટની તરફેણમાં આ પ્રસ્તાવ પાસ થતાં જ મહુવા મોઈત્રાનું સભ્યપદ રદ કરવામાં આવ્યુ હતું. આ રિપોર્ટ જ્યારે લોકસભામાં રજૂ કરવામાં આવ્યો ત્યારે TMCએ તેનો અભ્યાસ કરવા માટે ઓછામાં ઓછા 48 કલાકનો સમય માંગ્યો હતો પરંતુ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ તેને ફગાવી દીધો હતો. મહુઆ મોઇત્રાને સંસદમાં બોલવાની તક મળી ન હતી. લોકસભામાં આ રિપોર્ટ પર મતદાન થયું હતું જેમાં સાંસદોનો બહુમતી મત મહુઆ મોઇત્રાની વિરુદ્ધ હતો. આ પહેલો કિસ્સો નથી કે જ્યારે ‘કેશ ફોર ક્વેરી’ કેસમાં સાંસદ તરીકેનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હોય પણ આ પહેલા વર્ષ 2005માં પણ આવો જ એક મામલો સામે આવ્યો હતો, જ્યારે તેમાં 11 સાંસદો સામેલ હતા. તે સમયે 11 સાંસદોને પૈસા લઈને પ્રશ્નો પૂછવાના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા અને તેઓનું સાંસદ તરીકેનું સભ્યપદ રદ કરવામાં આવ્યુ હતું. આ કિસ્સામાં રાજ્યસભાના સાંસદ પણ સામેલ હતા.