આજથી ગોલ્ડ બોન્ડનું વેચાણ તા.16 સુધી રોકાણ કરી શકાશે
સરકારી સ્વર્ણ બોન્ડ (એસજીબી)નું વેચાણ સોમવારથી પાંચ દિવસ માટે શરૂ થશે. રોકાણકાર 12થી16 ફેબ્રુઆરી સુધી ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરી શકશે. આરબીઆઈએ તેનું મુખ્ય 6263 રૂપિયા પ્રતિ ગ્રામ નકકી કરાયું છે.ઓનલાઈન માધ્યમથી સ્વર્ણ બોન્ડ માટે આવેદન અને પેમેન્ટ પર 50 રૂપિયાની છૂટ મળશે. સ્વર્ણ બોન્ડમાં રોકાણ માટે ઓછામાં ઓછું એક ગ્રામ સોનુ ખરીદવું પડશે. ઓનલાઈન રોકાણ માટે રિઝર્વ બેન્ક અથવા નોમિનેટ બેન્કોની વેબસાઈટ પર જઈને આવેદન કરવું પડશે.ઓફલાઈન રોકાણ માટે નોમિનેટ બેન્ક શાખાઓ એસબીઆઈ, પીએનબી, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ સહિતની પસંદગીની બેન્કો તેમજ પોસ્ટ ઓફિસ સ્ટોક એકસચેંજ એનએસસી-બીએસસીને અધિકૃત કરાયા છે. ડિમેટ ખાતુ જરૂરી છે.