કળાની સાધના તમને કયારેય નિવૃત થવા દેતી નથી:નયન ભાઈ જાની
સવારની તાજગીભરી હવા અને ખુશનુમાં વાતાવરણ તમને આનંદિત કરી દે છે . એમાં જો વાતાવરણમાં વાંસળીના સૂર ભળે તો એ તમને સંમોહિત કરવાની સાથોસાથ દિવસભરની ઉર્જા પુરી પાડવા માટે પુરતા છે.પરીમલ ગાર્ડનમાં તાજેતરમાં સવારના મોર્નીગવોક માટે પગ મુકતા જ જુનાજમાના નું લોકપ્રિય ગીત વાંસળીના સૂરીલા સૂર મારા કર્ણપટલમાં રેલાયા અને મારા કદમ આપોઆપ એ દિશા તરફ પ્રયાણ કર્યુ અને મુલાકાત થઈ અદ્ભૂત વ્યક્તિત્વના માલિક નયનભાઈ જાની ની….!!
ટોરેન્ટ કંપનીમાં એન્જિનિયર તરીકે સેવારત થયા બાદ હવે નિવૃત જીવન સુખરુપે ગાળે છે. નયન ભાઈ ૯વર્ષની વયે શેરીમાં વાંસળી વેચવા આવતાં ફેરિયા એ તેમને વાંસળી વગાડવાની પ્રેરણા આપી.વાંસળીવાદનની વ્યવસ્થિત તાલિમ લીધા બાદ ભણતર અને નોકરીની સાથોસાથ વાંસળી સાથેનો નાતો બરાબર જાળવી રાખ્યો. સંગીત માટેનો આ પ્રેમ સમય સાથે એટલો ગાઢ બનતો ગયો કે આજે તેઓ દરેક પ્રકારની વાંસળી અને સંગીતનાં 5 અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પણ વગાડી શકે છે.માં સરસ્વતીના ઉપાસક અને સંગીતનાં સાધક એવા નયનભાઈ જ્યાં પણ જાય છે ત્યાં આ બેગ સાથે રાખતા હોય છે. આ બેગમાં તેઓ અનેક પ્રકારની વાંસળી રાખે છે. સાથે માઉથ ઓર્ગન પણ રાખે છે.તેમને અનેક એવોર્ડ પણ મેળવેલ છે. આજે પણ બાળકોને વાંસળી વગાડતા શીખવે છે.પ્રોફેશનલરીતે કાર્યક્રમમાં ભાગ લે છે.
થોડાક વર્ષો પહેલાં કેન્સરમાં મૃત્યુ પામેલ પત્નીને યાદ કરતા ભાવુક બનતા યાદને વાગોળતા જણાવ્યુ કે તેમની પત્ની એ સૂરની કોઈ તાલિમ લીધી ન હતી પરંતુ મને વાંસળી વગાડતો સાંભળી તે એ જ રાગના કોઈ ફીલ્મીગીત શોધી તેના પર વાંસળી વગાડવાની ફરમાઈશ કરતી .આમ જીવનમાં પણ રિયાઝની સાથોસાથ પ્રેમ પણ પરિપકવ બનતો ગયો. આજે નિવૃતિ બાદ જીવનસંગીની વગર એકલતાનો સાચો સાથી બની તેમના જીવનમાં પણ સૂર પુરાવી રહ્યો છે.સરસ મજાનો પરિવાર છે હવે સવારના મન થાય એજુદા જુદા ગાર્ડનમાં ,રીવરફ્રન્ટ જઈને પણ રિયાઝ કરી વાતાવરણ પણ સૂરીલુ બનાવે છે.લોકો તેમની વાંસળી સાંભળી મંત્રમુગ્ધ બની જાય છે. તેમને અનેક એવોર્ડ પણ મેળવેલ છે. આજે પણ બાળકોને વાંસળી વગાડતા શીખવે છે.પ્રોફેશનલરીતે કાર્યક્રમમાં ભાગ લે છે. આવા પ્રેરણાદાયી અને મજાના માણસ ને મળી મારી સવાર સુધરી ગઈ અને મારી સાથે અનેક ની…!!