એમેરિકામાં ટ્રમ્પ યુગનો આરંભ:પનામા નહેર પર પુન:કબજો લેવાની જાહેરાત કરી
દક્ષિણ મેકસીકોસરહદ પર ઘુષણખોરી અટકાવવા ઈમરજન્સી લગાવી
અમેરિકાના ફ્સ્ટ પર્સન તરીકે ભારતીય સમય મુજબ રાતના 10.30 વાગે ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસીડન્ટતરીકે શપથ લીધા બાદ અમેરિકા ફસ્ટ નારાને શાનદાર અંદાજમાં ઊઠાવતા બાઈડન સરકાર નિષ્ફળ રહી હોવા પર જોરદાર ઝાટકણી કરીહતી.યુએસ સંસદ કેપિટલ હિલ ખાતે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. તેમને સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જોન રોબર્ટ્સે શપથ લેવડાવ્યા. આ સાથે, ટ્રમ્પ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ બન્યા છે.ટ્રમ્પે શપથ લીધા પછી, બિલ્ડીંગમાં તાળીઓનો ગડગડાટ ગુંજી ઉઠ્યો. અગાઉ, તેમણે 2017થી 2021 સુધી યુનાઇટેડ સ્ટેટ્સના 45મા રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી. તેમના પહેલા, રિપબ્લિકન નેતા જેડી વાન્સે અમેરિકાના 50મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા.
અમેરિકાને મહાનદેશ બનાવવાનું જણાવતા કહયુ કે અમેરિકા હવે કોઈ દેશની લડાઈમાં પડશે નહી.સૈ્યને સ્વતંત્રતા આપવામાં આવશે નહી.અમેરિકામાં વધતા જતા ભાવવધારાને કાબુમાં લેવા માટે કામ કરવામાં આવશે નહી.ટ્રમ્પે કહ્યું, ‘અમે અમારી દક્ષિણ સરહદ પર રાષ્ટ્રીય કટોકટી જાહેર કરીએ છીએ.’ ટ્રમ્પે મેક્સિકો સાથેની અમેરિકાની દક્ષિણ સરહદ પર ઘૂસણખોરી રોકવા માટે સૈન્ય મોકલવાની પણ જાહેરાત કરી. તેમણે કહ્યું કે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને તેઓ જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા છોડી દેવામાં આવશે.ટ્રમ્પે કહ્યું, ‘અમેરિકાનો સુવર્ણ યુગ હમણાં જ શરૂ થઈ રહ્યો છે.’ આ દિવસથી, આપણો દેશ ફરીથી સમૃદ્ધ થશે અને સમગ્ર વિશ્વમાં તેનું સન્માન થશે. હું, એકદમ સરળતાથી અમેરિકાને પ્રથમ રાખીશ. આપણી સાર્વભૌમત્વ પાછી મેળવવામાં આવશે. આપણી સુરક્ષા પુનઃસ્થાપિત કરવામાં આવશે.’ઓહ, અમેરિકા’ ગીત ગવાયું