ગુજરાત ATS એ પલસાણાના કારેલી ગામમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડી, બે લોકોની ધરપકડ કરી
ગુજરાત ATS એ પલસાણામાં દરોડા પાડ્યા છે. અહીંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ જેવા કેફી પદાર્થ બનાવાનું રો મટીરીયલ ઝડપી પાડવામાં આવ્યું છે. ઝડપાયેલા નશીલા પદાર્થની કિંમત કરોડો રૂપિયામાં આકવામાં આવે છે.કારેલી ગામમાં સામાન્ય પતરાના શેડ માંથી આ નશાની ફેકટરી ઝડપાઇ છે. પોલીસને ગુમરાહ રાખવા રહેણાંક વિસ્તાર વચ્ચે સમગ્ર રેકેટ ચાલતું હતું. બાતમીના આધારે ATS એ દરોડા પાડી રેકેટ ઝડપી પાડ્યું છે. બે ઇસમોની અટકાયત કરવામાં આવી છે. એટીએસ દ્વારા ગોડાઉન સીલ કરી આગળ ની તપાસ હાથ ધરવામાં આવી છે. આ ડ્રગ્સ બનાવાનું રો મટીરીયલ ક્યાંથી આવ્યું? અને કોણ કોણ સંડોવાયેલું છે? તેની તપાસ શરૂ કરવામાં આવી છે .
જ્યાં ATS ની ટીમે દરોડા પાડતા ગોડાઉન માંથી મોટી માત્રામાં ડ્રગ્સ જેવું કેફી પદાર્થ બનાવાનું રો મટિરિયલ મળી આવ્યું હતું. મોટા પ્રમાણમાં ડ્રગ્સનું પ્રોડક્શન થતું હોવાનું માલુમ પડતાં એ.ટી.એસની ટીમે ઘટના સ્થળ ઉપર જ એફએસએલની ટીમને ફેકટરી ખાતે બોલાવી અને ડ્રગ્સ હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી. જેને પગલે એ.ટી.એસની ટીમે ફેક્ટરીમાંથી મોટી માત્રામાં ડ્રગ્સ બનાવવાનું રો મટિરિયલનો મુદામાલ કબ્જે કર્યો હતો અને ઘટના સ્થળ પરથી બે ઇસમોની અટકાયત પણ કર્યા હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી છે.
બીજી તરફ આ ફેકટરીમાં બીજા કેટલા ઈસમો સંડોવાયેલા છે તેમજ રો મટિરિયલ ક્યાંથી લાવ્યા હતા અને આ રો મટિરિયલ કયા મોકલવાના હતા તેની તપાસ હાલ એટીએસ કરી રહી છે તો સાથોસાથ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ ફેક્ટરીમાંથી કરોડો રૂપિયાનું રો મટિરિયલ એટીએસ દ્વારા સિઝ કરવામાં આવ્યું છે અને પતરાના ગોડાઉનને પણ સીલ કરવામાં આવ્યું છે ત્યારે હાલ એટીએસ ની ટિમ દ્વારા આરોપીને ઝડપી વધુ તપાસ હાથધરી છે.ગુજરાત એટીએસને મળેલ બાતમીનાં આધારે એટીએસ દ્વારા સુરતનાં પલસાણામાં એક ફેક્ટરી પર રેડ કરી હતી. જ્યાંથી એટીએસે બે શખ્શોની ડ્રગ્સનાં જથ્થા સાથે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. એટીએસ દ્વારા ગોડાઉનમાં રેડ પાડતા કરોડો રૂપિયાનું કેફી પદાર્થ બનાવવાનું મટિરિપલ ઝડપાયું હતું. એફએસએલની ટીમે ગોડાઉન સીલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ આ ડ્રગ્સનું મટીરીયલ ક્યાંથી લવાયું અને કોને આપવાનું હતું. તે દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.