જૈનોના પ્રાઇવેટ ટ્રસ્ટ બંધ થવા જોઈએ અને સંઘને મજબૂત બનાવવા જોઈએ : હાર્દિક હુંડિયા
શાશ્વત તીર્થ પાલીતાણાજી, સમેતશિખર જી, ગિરનારજી જેવા પવિત્ર તીર્થો પર સમસ્યાનું મુખ્ય કારણ છે પ્રાઇવેટ ટ્રસ્ટ છે. આ ટ્રસ્ટોએ માત્ર પોતાના બનાવેલા મંદિરો અથવા મઠોમાં જ ધ્યાન આપ્યું છે. તેમના પ્રાઇવેટ ટ્રસ્ટોમાં વધુથી વધુ પૈસા કેવી રીતે આવે તે પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, આ બાબતને ઓલ ઇન્ડિયા જૈન જર્નલિસ્ટ એસોસિએશનના રાષ્ટ્રીય સ્થાપક અધ્યક્ષ હાર્દિક હુંડિયાએ મન ની વેદના સાથે ઘણા જ દુઃખદ અવાજમાં જણાવ્યું કે જો કોઈ વિદ્વાન જૈન મુની પાલીતાણા જી જેવી પવિત્ર ભૂમિ પર દેવલોક થાય છે, તો તેમના પાર્થિવ દેહને તેમના પ્રાઇવેટ મઠોમાં લઈ જવામાં આવે છે. તેમનો અગ્નિદાહ ત્યાં માત્ર આ કારણે આપવામાં આવે છે કે એમના અગ્નિ સંસ્કારની બોલીની આવક તેમના તેમના પ્રાઇવેટ ટ્રસ્ટમાં આવે. આ કઈ વિચારધારા છે ? જે સાધુ મહાત્મા દીક્ષા લીધા પછી ક્યારેય ગાડીમાં બેસતા ન હતા તેમને ગાડીમાં બેસાડી લઈને જવું ? આ કેવો ધર્મ આપણે શીખ્યા છીએ?
હાર્દિક હુંડિયાએ માતા અહિલ્યાની નગરી ઈંદોરમાં સંતોષ સભાગૃહમાં આઈજા પત્રકારોના શપથ સમારોહના કાર્યક્રમમાં જણાવ્યું કે સૌથી વધુ ટેક્સ ભરતા સમાજની શું સ્થિતિ છે? હવે આપણે સૌએ મળીને સમાજને મજબૂત બનાવવો છે. આપણી સંસ્થા આઈજા સંઘ ની સાથે મળીને કામ કરશે, અમે પણ સંઘના પરીવાર જ છીએ. હવે “હું”માંથી “અમે” બનવું છે. એકતા માં અનમોલ શક્તિ છે. હાર્દિક હુંડિયાએ જણાવ્યું કે હવે અમારે ધર્મ વિરુદ્ધ કાર્યો જે ધર્મના નામ પર થાય છે તે બધાએ મળીને કલમ દ્વારા ખુલ્લા કરવાની સાથે સાથે અનમોલ કાર્યોની પ્રશંસા પણ કરવી જોઈએ. હાર્દિક હુંડિયાએ પત્રકારોને સંબોધતા કહ્યું કે આજે હું ઈંદોરમાં તમારા સહયોગ અને આશીર્વાદ લેવા માટે આવ્યો છું. હવે આપણે એક બનવું છે. વર્ધમાન કુમાર જ્યારે બધું ત્યાગીને ભગવાન મહાવીર બન્યા તો તેમના નામ પર હવે આવા પ્રાઇવેટ ટ્રસ્ટ બનાવીને પૈસા એકત્રિત કરવાના ?
આ કયો ધર્મ છે? આજે તમે બધાએ ભારે વરસાદમાં દૂર દૂર થી આવીને પત્રકારોના ધર્મ પ્રત્યે ની તમારી શ્રદ્ધાને હું નમન કરું છું. હાર્દિક હુંડિયાએ કહ્યું કે હા, હું શ્વેતાંબર છું, હા, હું દિગમ્બર છું, હા, હું તેરાપંથી છું, હા, હું સ્થાનકવાસી છું એટલે જ હું જૈન છું. ચારેય સંપ્રદાયના પત્રકારોને સાથે લઈને ચાલતી સંસ્થા ઓલ ઇન્ડિયા જૈન જર્નલિસ્ટ એસોસિએશનના મધ્યપ્રદેશના અધ્યક્ષ ડૉ. પ્રદીપ બાફના અને સચિવ દીપક દુગ્ગડ સાથે મોટી સંખ્યામાં પત્રકારોએ આઈજાની શપથ લીધી. હાર્દિક હુંડિયાએ જણાવ્યું કે ડૉ. બાફનાએ મધ્યપ્રદેશ આઈજામાં ૩૫૦થી વધુ સભ્યોને જોડ્યા છે. ટૂંક સમયમાં ૪૦૦ પાર થવાની ખબર મળશે. ઈંદોરમાં ૬૦૦ કિલોમીટરના અંતરે થી પણ પત્રકારો આવ્યા હતા, અને રતલામ નજીક એક નગરથી એક પત્રકાર ટ્રેન ચૂકી ગયો, તો ૧૭૦ કિલોમીટરનું અંતર કાપી બાઇક પર ઈંદોર આવેલ . હાર્દિક હુંડિયાએ કહ્યું કે તમારો આઈજા પ્રત્યેનો અનમોલ પ્રેમ એવો જ રહે તે રીતે આપણે સૌ સાથે મળીને જૈન શાસનના અનમોલ કાર્ય કરીએ એ જ મારી ઉચ્ચ ભાવનાઓ છે. આ કાર્યક્રમમાં હાર્દિક હુંડિયા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પવન નાહર, રાષ્ટ્રીય સલાહકાર પ્રદીપ જૈન , પ્રદેશ અધ્યક્ષ ડૉ. પ્રદીપ બાફના, મહાસચિવ દીપક દુગ્ગડ, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રાજકુમાર હરણ, સંરક્ષક રમેશ ધારિવાલ, અભય ભૈયા, અખિલેશ લોઢા જેવા ઘણા આઈજા પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં પત્રકારો હાજર હતા. ઈંદોરમાં વિરાજમાન જૈન મુની શ્રી પ્રમાણ સાગરજી મહારાજ સાહેબના દર્શન કરીને આશીર્વાદ લીધા. દેશની જાણીતી પ્લેબેક ગાયિકા પ્રિયંકા જૈને નવકાર મંત્ર સાથે કાર્યક્રમની શરૂઆત કરી અને ભક્તિ ગીતોથી શમા બાંધી દીધો, તો નીલેશ સુરાણાએ કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું. આવેલ તમામ પત્રકારોની ઓળખ સાથે સ્મૃતિ ચિહ્ન આપી રાષ્ટ્રીય અધ્યક્ષ હાર્દિક હુંડિયાના હસ્તે સન્માનિત કરવામાં આવેલ. એક બાજુ બહાર મેઘરાજા વર્ષી રહ્યા હતા તો સભાગૃહ માં આઈજા પરિવાર ધર્મ ના કાર્યો કઈ રીતે કરવા તેની ચર્ચા માં વ્યસ્ત હતા