વૃદ્ધ વ્યક્તિની અક્ષય કુમારને જુહુ પોલિંગ બૂથ બહાર જાહેર શૌચાલય અંગે ફરિયાદ
બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 માટે બુધવારે સવારે મુંબઈમાં પોતાનો મત આપ્યો, અને જ્યારે તે મીડિયા સાથે વાતચીત કરી રહ્યો હતો, તે સમયે એક વૃદ્ધ વ્યક્તિ ફરિયાદ લઈને તેની પાસે પહોચ્યા. અભિનેતાએ તેમને આશ્વાસન આપ્યું હતું કે, તે આ મુદ્દાને ઉકેલવા માટે વિસ્તારના અધિકારીઓ સાથે વાત કરશે.વાયરલ થયેલ વીડિયોમાં એક વૃદ્ધ વ્યક્તિ અક્ષયને જુહુમાં બનાવેલા જાહેર શૌચાલય વિશે ફરિયાદ કરતા જોઈ શકાય છે. એવું લાગે છે કે, અભિનેતાએ 2018 માં જુહુ બીચ નજીક ટોઇલેટ સ્થાપિત કર્યું હતું જ્યારે તેની પત્ની ટ્વિંકલ ખન્નાએ બીચ પર શૌચ કરતા લોકો વિશે પોસ્ટ કરી હતી.
વીડિયોમાં, તે વ્યક્તિ અક્ષયને શુભેચ્છા પાઠવતો અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના અધિકારીઓ દ્વારા શૌચાલયની કાળજી કેવી રીતે લેવામાં આવતી નથી તે અંગે ફરિયાદ કરતા જોઈ શકાય છે.તેણે કહ્યું કે, તે છેલ્લા 3-4 વર્ષથી શૌચાલયની જાળવણી કરી રહ્યો છે, જેના જવાબમાં અક્ષયે કહ્યું, “થીક હૈ, ઉસપે કામ કર લેતે હૈ. મેં બાત કર લૂંગા બીએમસી સે.”જો કે, તે વ્યક્તિ જવાબથી અસંતુષ્ટ જણાતો હતો અને તેણે આગળ કહ્યું કે, કેવી રીતે મનપા સંસ્થાની બેદરકારી ખર્ચમાં પરિણમી છે. તેણે અક્ષયને બીજું શૌચાલય સ્થાપિત કરવા માટે પણ કહ્યું, જેના જવાબમાં અભિનેતાએ કહ્યું કે, તે પહેલેથી જ તેનો કામ કરી ચૂક્યો છે, અને હવે શૌચાલયની જાળવણી કરવાનું BMCનું કામ છે.
“વો રોઝ સડતા હૈ, રોજ ઉસપે પૈસા લગના પડતા હૈ…ડબ્બા આપકો દેના હૈ, મૈં લગા દેતા હૂં,” તે વ્યક્તએ કહ્યું, જેના જવાબમાં અક્ષયે કહ્યું, “ડબ્બા તો મેં દે ચૂકા હૂં…વો સદ્દ ગયા હૈ તો વો બીએમસી ધ્યાન રાખેગી.”2018માં, અક્ષયે શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે સાથે જોડાણ કર્યું અને જાહેર ઉપયોગ માટે જુહુ અને વર્સોવા દરિયાકિનારા નજીક રૂ. 10 લાખની કિંમતના બાયો-ટોઇલેટ્સ સ્થાપિત કર્યુ હતુ.